નીલમણિ બુદ્ધનું મંદિર

6 દિવસો બાકી

સર્વર ખર્ચ ભંડોળ ઊભું કરનાર 2024

વિશ્વને મફત ઇતિહાસ શિક્ષણ પ્રદાન કરવા માટે અમારા મિશનને મદદ કરો! કૃપા કરીને 2024 માં અમારા સર્વર ખર્ચને આવરી લેવા માટે દાન કરો અને યોગદાન આપો. તમારા સમર્થનથી, લાખો લોકો દર મહિને ઇતિહાસ વિશે સંપૂર્ણપણે મફતમાં શીખે છે.
$14287 / $18000

લેખ

Kim Martins
દ્વારા, Bakula Dipak Bhatt દ્વારા અનુવાદિત
21 May 2020 પર પ્રકાશિત
અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ: અંગ્રેજી, ફ્રેન્ચ

થાઇલેન્ડના બેંગકોકમાં એક ભવ્ય વોટ (મંદિર) માં અનેક નાનકડી કોતરેલી પૂતળીઓ છે, તે એક ભવ્ય ઉપરા ઉપર ઉચા થાંભલા પર 1784 ની સદી થી ત્યાં બેઠી છે, અને મૂળ તે નીલમણિ નું બનેલું છે. દરરોજ સેંકડો પ્રવાસીઓ અને યાત્રાળુઓ આ પૂતળા જોવા માટે ઉભા રહે છે અને થાઇ લોકો માને છે કે તેનાથી તેમના દેશમાં સમૃદ્ધિ આવે છે.

1784 સી.ઇ. પૂર્વે,આ પૂતળાં શ્રીલંકા,ભારત,કંબોડિયા અને લાઓસમાં સો વર્ષો થી પણ વધારે ચમત્કાર પ્રદર્શિત કરતા મુસાફરી કરી. તે તેની રક્ષણાત્મક શક્તિઓ માટે આદરણીય હતા, અને એવું માનવામાં આવતુ કે થોડી મૂર્તિઓ ધરાવતા વ્યક્તિના હાથમાં રાજકીય કાયદેસરતા બાકી છે.

The Emerald Buddha in Seasonal Costumes
મોસમી પોશાકો માં નીલમણિ બુદ્ધ
Sodacan (CC BY-NC-SA)

આ પૂતળા શું છે અને શા માટે રાજા રામ 1(1782-1809 સીઇ) માટે તે એટલું મહત્વનું હતું કે તેણે થાઇલેન્ડની રાજધાની આયુથ્યાથી બેંગકોકમાં સ્થાનાંતરિત કરી અને પૂતળાં માટે કાયમી મકાન પૂરાં પાડવા એક ખાસ વાટ અને મહેલ બનાવ્યો.

તે ઈતિહાસિક તથ્યથી વણાયેલી પૌરાણિક કથાની વાર્તા છે, અને અમે શોધીશું કે આ પૂતળાની ખૂબ જ રહસ્યમય મૂળ છે.

બુદ્ધ ઇમેજ એ મુલાકાતીઓના માથાની ઉપર લગાવવામાં આવ્યા છે, કારણ કે તે આદરની નિશાની છે.

નીલમણિ બુદ્ધ

પૂતળાને થાઇમાં ફ્રા ક્યૂ મોરાકોટ કહે છે. તે તત્વજજ્ઞાની અને આધ્યાત્મિક શિક્ષક સિદ્ધાર્થ ગૌતમની એક છબી છે,જેમને બુદ્ધ તરીકે વધુ ઓળખવામાં આવે છે, અને તે વિરાસન યોગિક સ્થિતિમાં બેઠેલા અને સુવર્ણ સુતરાઉ કાપડ અને હીરા પહેરીને તેમને ધ્યાન કરતો બતાવે છે. જ્યારે બુદ્ધ જીવ્યા અને મૃત્યુ પામ્યા તે વિદ્વાનો માટે ચર્ચા છે,પરંતુ ત્યાં એક કરાર છે કે તેઓ ઉત્તર ભારતમાં છઠ્ઠી સદીના મધ્યથી અને ચોથી સદી બીસીઇની વચ્ચે રહેતા હતા.

અંગ્રેજીમાં,પૂતળાને નીલમણિ બુદ્ધ કહેવામાં આવે છે. તેની ઉચાઇ 66 સેન્ટિમીટર (૨ ઇંચ) છે,ગોદ ની પહોળાઈ 48.3 સેન્ટિમીટર (૧ ઇંચ) છે, અને તે આફ્રિકા અને ભારતમાં જોવા મળતા ગ્રે-લીલા જાસ્પરના એક ભાગમાંથી કોતરવામાં આવ્યું છે (તેનું નામ સૂચવે છે તે પ્રમાણે નીલમણિ નથી). પ્રથમ વખત આવનાર મુલાકાતી ઓ સામાન્ય રીતે આવા નાના બુદ્ધને નવ-મીટર (29.5 ફુટ) ની ઉચાઈ પર ઉભેલી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે જે યુબોસોથ (ઓર્ડિનેશન હોલ) માં જ્યાં સ્થિત છે ત્યાં લગભગ છત પર પહોંચે છે. બુદ્ધની છબી મુલાકાતીઓના માથા થી ઉપર ની ઉંચાઇ પર રાખવા મા આવી છે કારણ કે તે આદરની નિશાની છે.

Wat Phra Kaew - Temple of the Emerald Buddha
વાટ ફ્રા કૈવ - નીલમણિ બુદ્ધ નું મંદિર
Basile Morin (CC BY-SA)

1784 સીઇથી, બુદ્ધની મૂર્તિની સંભાળ થાઇ રાજાઓ ના ઉત્તરાધિકાર દ્વારા કરવામાં આવે છે જે બુદ્ધ ના વસ્ત્રોને બદલે છે - દરેક સીઝન માટે એક - અને નીલમણિ બુદ્ધ થાઇલેન્ડનું પવિત્ર પેલેડિયમ છે. તે એટલું પવિત્ર છે કે ભ્રષ્ટાચાર નો આરોપ લગાવતા રાજકારણીઓ પરંપરાગત રીતે પૂતળા ની સામે તેમની નિર્દોષતા ના શપથ લે છે, અને શાસન કરનારા રાજા તેની સમક્ષ વફાદારી ના શપથ લે છે.

ઇતિહાસ આપણને જણાવતું નથી કે નીલમણિ બુદ્ધનો ઉદૂભવ કયાંથી થયો છે,અને તે પણ જણાવતું નથી કે તે કોણે કોતર્યું છે. પૂતળાંનો પ્રથમ ઈતિહાસિક સંદર્ભ તેની શોધ એ છે કે ઉત્તર થાઇલેન્ડમાં ચિયાંગ રાયમાં તેની શોધ 1434 સાલમાં થઈ હતી જ્યારે વીજળી પડતી વખતે એ ચેદી (ઘંટાના આકારના બૌદ્ધ સ્તૂપ) ની સાગોળની દીવાલ ખોલી અને છુપાયેલી જગ્યા જાહેર થઈ.

આજ ની તારીખ સુધી,પૂતળા એક રહસ્યવાદી ભૂતકાળ ધરાવે છે, અને તેના મૂળ અને પ્રવાસ વિશે એ જાણીતા છે. તેનો મોટા ભાગનો નીલમણિ બુદ્ધના કાળક્રમાનુસાર પરથી આવે છે,જે સી.ઇ. 15 મી સદી દરમિયાન પાળી ભાષામાં નાળીયેરી ના પાન પર લખેલી હસ્તપ્રત ચિઆંગ માઇ (ઉત્તરીય થાઇલેન્ડ) મા મળી. ઘટનાક્રમ મોટાભાગે કાલ્પનિક છે તેથી આપણે તેને ઇતિહાસિક પરંતુ સહજતા થી(ખાસ મહત્વ ન આપવુ) સાથે લેવું જોઈએ. સી.ઇ. 15 મી સદી ની પછીની ઘટનાઓ ઉલ્લેખિત છે,તેમ છતાં,ઇતિહાસિક રીતે સચોટ છે. નીલમણિ ઉત્પત્તિ તે બુદ્ધની આખ્યાન કથા જેવી આધ્યાત્મિક શક્તિ હોવાનું માનવામાં આવે છે અને તે થાકી લોકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ ચિહ્ન છે.

એક અદ્દભુત નીલમણિ બુદ્ધ

1932 સીદીમાં,નીલમણિ બુદ્ધની કાળક્રમાનુસાર થાઇલેન્ડમાં ફ્રેન્ચ સરકારી અધિકારી,કેમિલે નટોન(ઇસ.1881-1961) દ્વારા ઇંગલિશમાં અનુવાદ કર્યો હતો. કંબોડિયા અને લાઓસ જેવા પડોશી દેશોની બુદ્ધ છબી વિશે ઘણી હસ્તપ્રતો હતી. આ સંભાવનાને નિર્દેશ કરે છે કે જૂનુ લખાણ અસ્તિત્વમાં છે,પરંતુ કાળક્રમાનુસાર એ એક સંસ્કરણ છે જે આપણને પૂતળા ના ઇતિહાસ વિશે કહે છે.

Wat Phra Kaew
વાટ ફ્રા કેવ
Kim Martins (CC BY-NC-SA)

તે સૂચવે છે કે નીલમ બુદ્ધ,જેને ફ્રા મહામાનીત્નપતિમાકોન કહેવાતા હતા,સર્વસ્ટીવદાન બૌદ્ધ સાધુ દ્વારા 43 બીસીઇમાં ભારતમાં પાટલિપુત્ર (હાલના પટના) માં બનાવવામાં આવ્યા હતા. ઈન્દ્ર અને વિષ્ણુ,બે ભારતીય દેવતાઓએ તેમને તે કિંમતી રત્ન આપ્યો,જેમાંથી બુદ્ધ કોતરકામ કરવામાં આવ્યું હતું. સાધુએ જાહેર કર્યું કે બુદ્ધની શક્તિ અને પ્રભાવ 5,૦૦૦ વર્ષ ચાલશે અને તે પાંચ દેશોમાં જશે. તે દેશને ગૃહયુદ્ધથી બચાવવા માટે સિલોન (શ્રીલંકા) મોકલતા પહેલા પાટલીપુત્રોમાં 300 વર્ષથી બૌદ્ધ સરઘસમાં આદરણીય અને વહન કરવામાં આવ્યો હતો.

જુની તારી ખો સૂચવે કે આ બુદ્ધની મૂર્તિની તે 15 મી સદી માં લાના રાજ્ય (ઉત્તરીય થાઇલેન્ડ) માં ચાઇનાની ખાણમાંથી લાવવામાં આવેલા પથ્થરમાંથી રચાયેલ હોઇ શકે છે,તેમ છતાં,ત્યાં સિદ્ધાંતો પણ છે કે તેનો ઉદભવ શ્રીલંકા માં થયો હતો.

ઘટનાક્રમ અમને કહે છે કે 457 સી.ઈ. માં,બર્મા (મ્યાનમાર) ના રાજાએ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપવા માટે બુદ્ધને તેની ભૂમિની મુસાફરી કરવાની વિનંતી કરી. એક સફળ જીવનલક્ષ પછી,બુદ્ધની તસવીરને ભારતમાં પાછું વહન કરતું વહાણ પોતાનો માર્ગ ખોઈ બેઠા અને કંબોડિયામાં પહૉચીગયા. આ નાની મૂર્તિ ઓ વર્ષો સુધી એંગકોર વાટમાં સ્થાપીત રહી જ્યારે રાજા અનવર્હતા આર.( 1044–77 સીઇ) બર્મા પરત લાવવા વિનંતી કરી ત્યારે એમની માંગણી ને અંગકોરના શાસકે નકારી દીધી. લુઆંગ પ્રબાંગ કાળક્રમાનુસાર, જે નીલમ બુદ્ધના ઇતિહાસની સમાંતર છે, સૂચવે છે કે રાજા અનવરહતે પોતે બુદ્ધની મૂર્તિ ચોરવા માટે વેપારી તરીકે વેશપલટો કર્યો હતો પરંતુ તે તેના ધ્યેયમાં નિષ્ફળ ગયો હતો.

Wat Phra Kaew Exterior View
વાટ ફ્રા કેવ બાહ્ય દૃશ્ય
Ninara (CC BY)

થાઇઓએ 1432 સીઈમાં બુદ્ધની તસવીર કબજે કરી,અને તે ચિયાંગ રાય તરફ પ્રેરિત થઈ ગઈ અને વાટ પા યિયા (સુવર્ણ મંદિર વાંસના જંગલ) ના સ્તૂપમાં એક સાગોળની દિવાલની પાછળ છુપાઇ ગઈ. 1434 સીઇમાં,મૂર્તિપૂજા ઇતિહાસમાં છલકાઈ ત્યારે જ્યારે આ સ્તૂપ પર વીજળી પડતા,તેનો થોડા ભાગ નાશ થયો, અને સાધુ-સંતો ને નીલમણિ બુદ્ધ સોનાના પાન મા લપેટેલુ સાગોળ દીવાલ માથી મળ્યુ. મહિનાઓ પછી, મઢાધિપતિ ને સોનાના પાનમાં એક તિરાડ નજર મા આવી, એને બહાર નો પડ તોડી તો અંદરથી લીલા મણિના એકજ ટુકડામાંથી કોતરેલ પૂતળા મળી આવ્યા.

હજારો લોકો તે નાનકડી પ્રતિમાને જોવા માટે આવ્યા જેની પાસે મહાન આધ્યાત્મિક શક્તિઓ હોવાનું જણાવાયું હતું. ચિયાંગ માઇમાં લન્ના રાજ્યના રાજા સામફાંગકેન (આર. 1402-1441 સીઇ) એ 1436 સીઈમાં બુદ્ધને તેમના શહેરમાં લાવવાનો આદેશ આપ્યો. તે હાથીની પીઠ પર મૂકવામાં આવ્યું હતું, પરંતુ એવું લાગતું હતું કે પૂતળાને હાથી માટે અન્ય વિચારો હતા અને તે લેમ્પંગ તરફ ગયો હતો. ત્યારબાદ એક શાંત હાથીને બુદ્ધની છબી વહન કરવાનું કામ સોંપાયું,પરંતુ તે પણ લેમ્પંગ તરફ જ વહન કરતો ગયો.

રાજા સમફંગકાઈને નક્કી કર્યું કે નીલમણિ બુદ્ધ ને ચિયાંગ માઇમાં જવાની ઇચ્છા નથી. તેમણે તેને લેમ્પંગના ફ્રા કીઓ મંદિરમાં રાખવાની મંજૂરી આપી જ્યાં તે 1560 સીઈ સુધી રહ્યો. સેથથિરાટ પહેલો (1534-1571 સીઇ),ચિયાંગ માઇ અને લાઓસના રાજા,પછી નીલમ બુદ્ધ સાથે તેની રાજધાની લાઓસના વિયેન્ટિએન ખસેડ્યા.

થાઇ માં, રત્નાકોસીન નો અર્થ "નીલમણિ બુદ્ધ નું” સ્થાન રાખવા નું છે.

1778 સી.ઈ. સુધી વિએનટિઅનમાં 250 વર્ષ લાંબી મુસાફરી કરી, જ્યારે થાઇ લશ્કરી કમાન્ડર, તાકસીન ધ ગ્રેટ (1734-1782 સીઇ) એ શહેર કબજે કર્યું અને નીલમણિ બુદ્ધને થાઇલેન્ડ ને પાછા સોપ્યા. ટક્સિન બુદ્ધની મૂર્તિ થોનબૂરીમાં લઈ ગયા, જે 1767 સીઇમાં બ્યુમાઝ દ્વારા આયુથ્યાના નાશ બાદ થોડા સમય માટે થાઇની રાજધાની હતી. થોનબૂરી એ ચાઓ ફ્રેય નદીના પશ્ચિમ કાંઠે, આધુનિક સમયના બેંગકોકની સામે કાઠે હતી.

ટાક્સિન,માનસિક અસ્થિરતાવાળો મનસ્વી નેતા હોવાનું માનવામાં આવતું હતું. તેના ટોચના સેનાપતિ દ્વારા 1782 સી.ઇ. માં તેમને સત્તા પરથી ઉથલાવી દેવાયા અને મૃત્યુદંડ આપવામાં આવ્યા અને એજ ચિક્ર વંશના સ્થાપક એવા રાજા રામા (પહેલા)(1737-1809 સીઇ) બન્યા,જે હજી પણ થાઇલેન્ડ શાસક શાહી ગૃહ છે.

રામા(પહેલા)એ તે રાજધાની નુ નામ રત્નાકોસિન રાખ્યું એ હાલનું બેંગકોક) છે. થાઇમાં રત્નાકોસીન એટલે "નીલમણિ બુદ્ધનું સ્થાન રાખવું",અને તે અહીં બુદ્ધની મૂર્તિને પ્રદર્શિત કરવા માટે કાયમી ઘર મળ્યું. રામા(પહેલા)એ બનાવેલા ભવ્ય મંદિરમાં નીલમણિ બુદ્ધને તેના ખાસ વોટમાં 1784 સીઇ મૂકવામાં આવ્યો હતો.

Temple Guardian, Bangkok
બેંગકોક ના મંદિર નો રક્ષક
Kim Martins (CC BY-NC-SA)

થાઇ રાજધાનીનુ સ્થાન એક ઇરાદાપૂર્વક નો નિર્ણય હતો, કારણ કે ચાઓ ફ્રાયા નદી આક્રમણકારો સામે રક્ષણ આપે અને નવી રાજધાની માટે સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારની સગવડ પણ પૂરી પાડતી હોય શકે.

પૂતળાના પૌરાણિક અને ઈતિહાસિક ભૂતકાળમાં બુદ્ધ છબીઓની આજુબાજુની એક મહત્વપૂર્ણ માન્યતાને પ્રકાશિત કરવામાં આવી છે. એવું માનવામાં આવતુ કે જે રાજા,તેમના શહેર અથવા રાજધાનીનું રક્ષણ કરે છે. અને જો કોઈ રાજા અથવા રાજકુમાર યુદ્ધમાં વિખેરાઈ જાય અથવા પરાજિત થઈ જાય,તો બુદ્ધની મૂર્તિને બંધક તરીકે લેવામાં આવે અને વિજેતાની બુદ્ધની મૂર્તિને ગૌણ સ્થિતિમાં તે વિજેતાની રાજધાનીમાં રાખવામાં આવે.

નીલમણિ બુદ્ધે ઘણા વર્ષો એક દેશ થી બિજા દેશ વચ્ચે મુસાફરી કરી,પણ તે હવે ચકરી શાસક વંશનું શક્તિશાળી પ્રતીક છે,અને થાઇ લોકો માને છે કે તે તેમના દેશમાં મહાન લાભદાયી અને સંરક્ષણ લાવે છે.

નીલમણિ બુદ્ધનું મંદિર

બુદ્ધ પૂતળાને પ્રદર્શિત કરવા માટે બાંધવામાં આવેલા વટનું સત્તાવાર નામ ફ્રા શ્રી રત્ના સત્સદારમ છે,પરંતુ થાઇ લોકો તેને વાટ ફ્રા કૈ કહે છે. તે ગ્રાન્ડ પેલેસ સંકુલના મેદાન પર સ્થિત છે, જે બેંગકોકના મધ્યમાં 213,677 ચોરસ મીટર (2.3 મિલિયન ચોરસ ફુટ) આવરે છે અને આ શહેરના સૌથી પ્રભાવશાળી પ્રવાસીઓનું આકર્ષણ છે. સંકુલમાં પ્રવાસીઓની મુલાકાત માટે 100 થી વધુ સ્થાનો છે અને તે બધી સંકુલની સફેદ પરિમિતિની દિવાલની અંદર છે.

થાઇલેન્ડમાં 40૦,૦૦૦ થી વધુ બૌદ્ધ મંદિરો હોવા છતાં,વાટ ફ્રા કૈ એ દેશનું મુખ્ય બૌદ્ધ મંદિર છે અને તેનું આધ્યાત્મિક મહત્વ પેરિસના નોટ્રે-ડેમ કેથેડ્રલ અથવા મક્કાની અલ-હરામ મસ્જિદ સાથે સરખાવી શકાય છે.

આ મુખ્ય મહેલ લાકડાનો અને ઇંટોથી બનાવવામાં આવ્યો હતો જે અયુથથાના વિનાશથી બચી ગયો હતો. રામા(પહેલા)એ એનુ ભોંયતળિચુ 417 વર્ષથી થાઇની રાજધાની બની રહેલી આ શહેરની યાદગારી સાચવવા માટે આયુથ્યાના મુખ્ય મહેલ ની જેમ જ રહેવાનો આદેશ આપ્યો.

Yaksha or Demon Guardians at the Temple of the Emerald Buddha
નીલમ બુદ્ધ ના મંદિરમાં યક્ષ અથવા રાક્ષસ વાલીઓ
Kim Martins (CC BY-NC-SA)

નીલમણિ બુદ્ધને રાજા ના સેવાઘર(ચેપલ) માં રાખવામાં આવ્યો હતો અને તે સેવાઘર માં એક લાકડા માથી કોતરવામા આવેલા સિંહાસન પર બેઠો હતો. બૌદ્ધ માન્યતા એ છે કે બુદ્ધની છબી જેટલી જૂની છે, તેની શક્તિ જેટલી વધુ શક્તિશાળી છે. ઘણીવાર થાઇલેન્ડની આજુબાજુ જ્યારે રોગચાળો ફેલાતો ત્યારે નીલમ બુદ્ધને ફેરવવ મા આવતા. 1820 સી.ઇ. માં કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો અને દરમિયાન એવું માનવામાં આવતું હતું કે બુદ્ધ છબીમાં રોગ નાબૂદ કરવા અને દુષ્ટ આત્માઓને કાઢવા માટે સામૅથ્ય હતું. રાજા રામા ચોથાએ (1851-1868 સીઇ) નીલમણિ બુદ્ધનો ઉપયોગ, સમારોહ અને સરઘસમાં કરવામાં અંત લાવ્યા અને એમના માનવા મુજબ રોગચાળાનુ કારણ જંતુઓ દ્વારા થાય છે,અને ત્યારબાદથી વાટ ફ્રા કૈવમાં પૂતળાં યથાવત્ છે.

મંદિર નો બાહ્ય ભાગ પણ ખુબજ એક આકર્ષિક છે - નારંગી, લીલો અને ઘાટો વાદળી ચમકદાર છતની ટાઇલ્સ, સોનેરી વરખ વાળી કોતરણી, કાંસાની રણકતી ઘંટળીઓ અને ચમકતા રંગીન કાચ(મોઝેઇક). વિશાળ મહેલના મેદાનમાં પ્રવેશ્યા પછી વાટ ડાબી બાજુ છે, તમને વિજય દ્વાર તરફ આ મોટાભાગે તે દેખાશે, અને 1784 સી.ઇ. માં બાંધવામાં આવ્યા છે.

રામા(પહેલા) ના રાજકાળ દરમિયાન બહાર ની દીવલ બે કિલોમીટર્સ (1.2 માઇલ)સૂધી ખેચી ને 178 રંગેલા ચિત્રો વાળા પાટિયા એની સાથે આવરી લેવામા આવ્યા છે.

તે સંકુલના ઇશાન દિશામાં છે,અને તમે પ્રવેશ લાકડાના દરવાજા દ્વારા કરો ત્યારે મંદિરના અણમોલ-મોતી ઓ જડીત રામાકિઅન (થાઇલેન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય) ધ્યાન દોરે છે. યુબોસોથ નીલ બુદ્ધની સાથે એક વિશાળ લંબચોરસ જગ્યા છે જે પાછળની તરફ એકબીજા ઉપર સુવૅણ પાયા નો સ્તમ્ભ પર છે. આ સ્તંભ (આધાર) રાજા રામા ત્રીજા (1824-51 સીઇ) દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. ઓરડાના પ્રમાણમાં આ ઉંચા બેસાડેલા બુદ્ધ પૂતળાંનું મહત્વ ખુબજ પ્રતીકાત્મક પ્રભાવ પાડે છે.

મંદિરમાં બુદ્ધ ની બીજી ઘણી છબી ઓ છે. બે ત્રણ-મીટર (9.8 ફૂટ) ઉચી બુદ્ધની મૂર્તિઓ સ્તંભ ની બંને બાજુએ બેસે છે, અને આ પહેલા બે ચક્રી રાજાઓને યાદ વ્યક્ત કરે તેવું માનવામાં આવે છે.

Painted Mural at the Temple of the Emerald Buddha
નીલમણિ બુદ્ધ ના મંદિરમાં દોરવવામાં આવેલ ભીંત ચિત્ર
Iudexvivorum (Public Domain)

સંભવિત છે કે વાટ ફ્રા કૈવ ની દિવાલો ખૂબ જ અદ્દભુત છે. નીલમ બુદ્ધની પાછળ સુશોભિત ભીંત ઉપર બૌદ્ધો ની માન્યતા મુજબ આ સૃષ્ટિ નુ આલેખન કરે છે. બહારની દિવાલો,જે બે કિલોમીટર (1.2 માઇલ) સુધી લંબાયેલી છે, તે રામ 1(પહેલા) ના શાસનકાળ દરમિયાન દોરવામાં આવેલા 178 ભીંતો કોતરાયેલ રંગીન દ્રશ્યો દર્શાવે છે અને રામાકિઅન, થાઇલેન્ડની જે હિન્દુ મહાકાવ્યનું રામાયણ છે. મંદિરના ઉત્તર દ્વારથી જમણી દિશામાં આગળ વધતા, જ્યારે તમે દિવાલોની આસપાસ ફરતા હોવ ત્યારે મહાકાવ્ય પ્રગટ થાય છે જે મૂળભૂત રીતે અનિષ્ટ(દુષ્ટ) ઉપર ધર્મ ની જીતની વાર્તા છે, જેમા, શૂરવીર રામ અને વાનર હનુમાનને દેવ દર્શાવે છે.

વિશાળ રાક્ષસ ની છ જોડી વાટના તમામ પ્રવેશદ્વાર તરફ છે. તેઓ યક્ષ તરીકે ઓળખાય છે અને બૌદ્ધ દેવો છે જે દુષ્ટ આત્માઓ સામે રક્ષણ આપે છે. થાઈમાં, તેમને (વિશાળ) યાક કહેવામાં આવે છે. રામ ત્રીજાના શાસન દરમિયાન યક્ષને ત્યાં મૂકવામાં આવ્યા હતા.

Phra Siratana Chedi
ફ્રા સિરાટણા ચેડી
Kim Martins (CC BY-NC-SA)

વાટ ફ્રા કૈવના મેદાન પર અને વાટથી એક મિનિટની અંતર મા, ફ્રા સિરાટણા ચેડી નામનું એક સુવર્ણ સ્તૂપ છે, જે 1855 (સીઇ)માં રાજા રામ ચોથા(IV) દ્વારા બુદ્ધના અવશેષો રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. તે સિલોનીઝ શૈલીમાં ગોળાકાર આધાર પર ઘંટ આકાર ધરાવે છે અને ચકરી વંશને વધુ શક્તિ અને યોગ્યતા આપે છે. તે મોટા મહેલ સંકુલની સૌથી ઊંચી રચના છે અને આ ઇમારત ને ચાઓ ફ્રેય નદીમાંથી જોઇ શકાય છે.

નીલમણિ બુદ્ધ અને રાજા

નીલમ બુદ્ધ નું મંદિર,થાઇ રાજાઓના રાજ્યાભિષેકમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. થાઇલેન્ડના વર્તમાન રાજા મહા વજિરાલોંગકોર્ન અથવા રામા એક્સ (આર. 2016-વર્તમાન) છે, જે તેમના પિતા રામ નવ મા (1927-2016 સીઇ) પછીના 69 વર્ષમાં પ્રથમ રાજા છે. તેમના ત્રણ દિવસ ના રાજ્યાભિષેક પહેલા, રામા X એ 4.19 વાગ્યે ચોક્કસ સમયે મીણબત્તી પ્રગટાવી ને નીલમ બુદ્ધ ને આદર આપ્યો -આ સમય શાહી દરબાર ના જ્યોતિષી ઓ શુભ માને છે.

શાહી શુદ્ધિકરણ સમારોહ માટે પવિત્ર જળ ને વિસ્તૃત સરઘસ દ્વારા વાટ સુધી લઈ જવામાં આવ્યું. અને રાજા ના સત્તાવાર નામ, જન્માક્ષર અને શાહી મહોર સાથે અંકિત સોનેરી તકતી મંદિર થી મોટા મહેલ માં તબદીલ કરવામાં આવી હતી.

His Majesty King Maha Vajiralongkorn, Rama X of Thailand
મહામહિમ રાજા મહા વજિરાલોંગકોર્ન, થાઇલેન્ડ ના રામા એક્સ
The Public Relations Department, Thailand (CC BY-NC-SA)

રાજા વર્ષમાં ત્રણ વખત બુદ્ધ મૂર્તિ ના કપડાં બદલે છે: માર્ચ, જુલાઈ અને નવેમ્બર માં. રામા I(પહેલા) દ્વારા બે સુવર્ણ વસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા હતા. ગરમ મોસમ (માર્ચ) ના વસ્ત્રોમાં ઝવેરાત થી સજ્જ તાજ અને સુવર્ણ ઝભ્ભોથી નો સમાવેશ થાય છે; વરસાદની મોસમ (જુલાઈ) વસ્ત્રો એક નાનો રેઈનકોટ અને હેડડ્રેસ છે; અને ઠંડી મોસમ (નવેમ્બર) માટે સોના નો નક્કર ઝભ્ભો છે. ધાર્મિક વિધિ ઋતુઓ ના પરિવર્તનને સુચિત કરે છે, અને દરેક પહેરવેશ ની કિંમત અંદાજે 3.8 મિલિયન ડોલર છે.

10 જાણવા જેવી હકીકતો

1. વાટ ફ્રા કેવ માં, આદરની નિશાની તરીકે, તમારે તમારા પગ નીલમણિ બુદ્ધ થી દૂર રાખી ને બેસવું જોઈએ.

2.વર્ષમાં ત્રણ વખત,થઇ રાજા, બુદ્ધ ની છબી ની પાછળ સીડી ઉપર ચડે છે અને તેના કપડાં બદલતા પહેલા પૂતળાંની ધૂળ સાફ કરે છે.

3. માત્ર મહારાજ રાજા નીલમ બુદ્ધ ને સ્પર્શ કરી શકે છે કારણ કે તે થાઇલેન્ડ માં બૌદ્ધ આસ્થા ના નિયુક્ત રક્ષક છે.

4. વાટ ફ્રા કૈવ માં સાધુ ઓ ના વસવાટ માટે ઓરડા નથી.

5. વાટનું બીજું આકર્ષણ એ અંગકોર વાટ ની હૂબહૂ પ્રતિકૃતિ છે, જેનું નિર્માણ રામ IV(ચોથા) ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું જ્યારે કંબોડિયા થાઈ ના નિયંત્રણ હેઠળ હતું.

6. મે 1992 સીઇ માં, જ્યારે કથિત નબળી લોકશાહી સામે વિરોધ થયો હતો, ત્યારે રામા નવ મા એ જનરલ સુચિન્દા ક્રપ્રયુન (વડા પ્રધાન) ને સુચિન્ડાને જાહેરમાં શરમ આવે તે માટે તેમના ઘૂંટણ પર ચાલવા નો આદેશ આપ્યો હતો. જનરલ ની નાટ્યાત્મક બદનામી થાઇલેન્ડ ના રાજા એ નીલમ બુદ્ધ પાસેથી મેળવેલી અને પ્રાપ્ત કરેલી અપાર શક્તિનો સંકેત આપ્યો.

7. સામાન્ય રીતે નીલમણિ બુદ્ધ ને અર્પણ લીલી અને ધૂપ અર્પણ થતા હોય છે.

8.રાજવી પરિવાર માટે ખાનગી પડદો છે, જ્યારે તે નીલમ બુદ્ધ ની મુલાકાત લે છે.

9. ખુલવા નો સમય સવારે 8.30 છે પરંતુ પ્રવાસી ઓ સવારે 8.00 વાગ્યા સુધી ત્યાં હોય છે. વાટ એક પવિત્ર સ્થળ હોવાથી, તમારે યોગ્ય પોશાક પહેરવો જરૂરી છે, ટૂંકા કપડા કે, સેન્ડલ ની મનાઈ છે. યોગ્ય કપડાં સાઇટ પર ભાડે લઈ શકાય છે. જો તમે ગરમી ની ઋતુમાં મુલાકાત લો તો તમારી સાથે પાણી ની નાની બોટલ રાખવી, તમે સાઇટ પર ખરીદી શકો છો તે મોંઘી છે. તમે ગ્રાન્ડ મહેલ ની વેબસાઇટ પરથી ઓનલાઇન ટિકિટ ખરીદી શકો છો.

10. રાજ્ય સમારોહ અને રાજ્યાભિષેક મા વાપર વા મા આવતા ચાંદીના વાસણ ગ્રાન્ડ મહેલ ના સિંહાસન ગૃહ રાખવામાં આવેલ છે.

ત્યાં કેમ જવાય

ગ્રાન્ડ મહેલ સંકુલ ના ફ્રા લેન રોડ, બેંગકોક પર છે. ચાઓ ફ્રાયા નદી દ્વારા ત્યાં મુસાફરી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, અને તમે ચાઓ ફ્રાયા નદી એક્સપ્રેસ ટેક્સી (નારંગી ધ્વજ સાથે) ભાડે લઈ શકો છો અને થા ચાંગ પિયરમાં ઉતરી શકો છો. 500 મીટર ચાલ્યા પછી, તમે તમારી જમણી બાજુ ગ્રાન્ડ મહેલ જોશો. તમે અહીં એક્સપ્રેસ ટેક્સીનો માર્ગ શોધી શકો છો

જો તમે સ્કાયટ્રેન (બીટીએસ) દ્વારા જાઓ છો તો બીટીએસને સાફન ટેક્સિન સ્ટેશન, બીજા નંબર ના દ્વાર મા થી બહાર નીકળો અને નાવ ના કાંઠા તરફ માં જવા અનુસરો. થા ચાંગ (હાથી) કાંઠા સુધી ઉત્તર તરફ એક્સપ્રેસ ટેક્સી લો. પછી તે ગ્રાન્ડ મહેલ જવા માટે થોડું ચાલો.

સબવે અથવા એમઆરટી દ્વારા, હુઆ લેમ્ફોંગ સ્ટેશન, ચોથા દ્વાર થી બહાર નીકળો, પછી બેંગકોક સેન્ટર હોટેલ તરફ ચાલો અને બસ નંબર 25 અથવા 53 લો. સબવે માર્ગો અને માહિતી અહીં મળી શકે છે.

ગ્રાન્ડ પેલેસ સંકુલ દરરોજ સવારે 8.30 થી બપોરે 3.30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને ફિરંગ (વિદેશી ઓ) ની કિંમત 500 બાહટ (USD 15.68) છે. મંદિરો, કોતરણી અને મૂર્તિ ઓ ના ફોટો લેતી વખતે આદર કરવાનું યાદ રાખો. નીલમણિ બુદ્ધ ખુબજ આકર્ષિત છે જેથી, મુલાકાતી ઓ ને હવે ફોટા લેવાની મંજૂરી નથી, પરંતુ ત્યાં 100 થી વધુ જોવા લાયક સ્થળ છે તે ઇન્સ્ટાગ્રામ લાયક ફોટાઓ મેળવી શકો.

ગ્રંથસૂચિ

વર્લ્ડ હિસ્ટ્રી એન્સાયક્લોપીડિયા એમેઝોન એસોસિયેટ છે અને લાયક પુસ્તકની ખરીદી પર કમિશન કમાય છે.

અનુવાદક વિશે

Bakula Dipak Bhatt
જન્મેલા ભારતમાં,અને 30 વર્ષથી વધુ સમયથી લંડન,યુકેમાં સ્થાઈ અને એક પ્રખ્યાત શાળામાં પુસ્તકાલય તરીકે કાર્યરત છુ. ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સાથે તાજેતરમાં પૂર્ણ થયેલ ગોડ ઇન ધ ગીતા કોર્સમાં મેરિટ પ્રાપ્ત થયો.

લેખક વિશે

Kim Martins
કિમ ન્યૂઝીલેન્ડ સ્થિત ફ્રીલાન્સ લેખક છે. તેણીએ બી.એ. ઇતિહાસમાં (ઓનર્સ) અને કેઓસ એન્ડ જટિલતા વિજ્ઞાન માં એમ.એ. તેણીની વિશેષ રુચિઓ દંતકથાઓ અને પૌરાણિક કથાઓ તેમજ પ્રાચીન વિશ્વમાં સંશોધન છે.

આ કાર્યને ટાંકવો

એપીએ શૈલી

Martins, K. (2020, May 21). નીલમણિ બુદ્ધનું મંદિર [The Temple of the Emerald Buddha]. (B. D. Bhatt, અનુવાદક). World History Encyclopedia. પરથી મેળવવામાં આવ્યું https://www.worldhistory.org/trans/gu/2-1555/

શિકાગો પ્રકાર

Martins, Kim. "નીલમણિ બુદ્ધનું મંદિર." દ્વારા અનુવાદિત Bakula Dipak Bhatt. World History Encyclopedia. છેલ્લે સુધારેલ May 21, 2020. https://www.worldhistory.org/trans/gu/2-1555/.

ધારાસભ્ય પ્રકાર

Martins, Kim. "નીલમણિ બુદ્ધનું મંદિર." દ્વારા અનુવાદિત Bakula Dipak Bhatt. World History Encyclopedia. World History Encyclopedia, 21 May 2020. વેબ. 09 Sep 2024.